Wednesday, December 8, 2010
Wednesday, October 27, 2010
દુર્લભ પુસ્તકોનું ડીજીટલાઝેશન

ગૂજરાત વિદ્યાપીઠ ગ્રંથાલયના કોપીરાઇટ વિભાગમાં છેલ્લા આઠ મહિનાથી એટલે કે ૧ ફેબ્રુઆરી ૨૦૧૦થી ઈ.સ. ૧૯૦૦ પહેલાના અને જુના પુસ્તકોનું ડીજીટલાઝેશન શરૂ થયું છે.ઈ.સ. ૧૯૦૦ પહેલામાં પ્રકાશિત પુસ્તક" વીદીઆ" નાથી આરંભ કરાયો ડીજીટલાઝેશન કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય જુના પુસ્તકોને આવનારી સદી સુધી સાચવી રાખવાનો છે.ઈ.સ. ૧૯૦૦ વર્ષ પહેલાના પુસ્તકો
ખુબ જર્જરિત થઈ ગયા હોવાથી તેનો ઉપયોગ થઈ શકે એમ ન હોવાથી તેને સ્કેન કરી લેવામાં આવે છે. જેથી લાંબા સમય સુધી દુર્લભ સાહિત્ય સાચવી શકાય.
ઈ.સ.૧૮૬૭માં મુદ્રણ અને પુસ્તકનોધણી અસ્તિત્વમાં આવ્યું આ સર્વે અધિનિયમ બ્રિટીશ હિન્દીમાં પ્રકાશિત થતા સર્વે પુસ્તકોનું અને ચોપાનીયાને સામાયિકોની નક્કી કરેલ નકલો બ્રિટીશ સરકાર ત્યાં મોકલવાનું થયું આ અધિનિયમ આવતા કોપીરાઇટ લાઈબ્રેરીઅસ્તિત્વમાં આવી. ઈ.સ.૧૮૬૭નાં વર્ષથીગુજરાતી ભાષાનો કોપીરાઇટ વિભાગ ગૂજરાત વિદ્યાપીઠમાં શરૂ કરાયો. આ વિભાગ ઈ.સ.૧૮૬૭માં ગુજરાતી સાહિત્ય પણ જાળવે છે.
ડીજીટલાઝેશન એટલે શું ?-
કોઈ પણ પ્રકારની માહિતી ને તેના મુળભુત સ્વરૂપ ( પેપર,અવાજ,ટેક્ષસ્ટ,વિડીયો)માંથી કોમ્પ્યુટર સમજી શકે તેવા સ્વરૂપમાં ફેરવાની પ્રકિયાને ડીજીટલાઝેશન તરીકે ઓળખવામાં આવે છે.
પૂસ્તકોનું ડીજીટલાઝેશનની પ્રક્રિયા શરૂ કરાયાથી સપ્ટેમ્બર, ૨૦૧૦ સુધીમાં ૧૧,૭૨૮ પુસ્તકોનું સ્કેનીંગ થયું છે. આ પ્રક્રિયામાં સૌ પ્રથમ zeutsheion 5000 સ્કેનર મશીનમાં પુસ્તકના દરેક પાનાને સ્કેન કરાવામાં આવે છે.એક પેજને સ્કેન થતા ૨ સેકન્ડ લાગે છે,આ કામ સમય માંગી લે છે. વાંરવાર પેજ સેટપઅપ કરવાની જરૂર પડે છે . તારીખ મુજબ otiff ફોલ્ડરમાં સ્કેન થયેલા પાના સેવા થાય છે. તેમાં સુધારા -વધારા(એડિટ) કરવામાં આવે છે.સ્કેન થયેલા પાના કે પુસ્તકો મેટાડેટા નામના ફોલ્ડરમાં સેવ બને છે. આ ફોલ્ડરમાં પુસ્તકનું શીર્ષક ,લેખકનું નામ વગેરે માહિતીનો સમાવેશ થાય છે.પાના સુધારા -વધારા(એડિટ) થયા પછી PDF ફાયલમાં સેવ થાય છે. આમ ૭૦ લાખ પાનાઓનું ડીજીટલાઝેશન કરવાનું ચાલુ છે,તેથી ઈ.સ. ૧૯૦૦ પહેલાના પુસ્તકનું સંશોધન અને અભ્યાસ કરવો સરળ બની જશે.
Wednesday, October 13, 2010
ગ્રામ જીવન પદયાત્રા
Friday, March 19, 2010
શ્રી જક્ષણી માતાજીનું પવિત્ર સ્થાન
શ્રી જક્ષણી માતાજીનું પવિત્ર સ્થાન સાબરમતી નદીના તટ પર આવેલ સાદરા ગામની શોભા સમું છે. આ સ્થાનની આજુબાજુ નાની મોટી ટેકરીઓની હારમાળા છે અને નદીનાં સાંનિઘ્યમાં જ આ દેવળ આવેલું હોવાથી પ્રાકૃતિક શોભાની દૃષ્ટિએ અતિ રમ્ય લાગે છે. અમદાવાદના ગર્ભ શ્રીમંત સર ચીનુભાઇ બેરોનેટના પિતા માધવલાલએ સંવત ૧૯૫૦માં મંદિરનો જીર્ણોદ્ધાર કરી આ વિશાળ મંદિર અને બાજુમાં નાનકડી ધર્મશાળા બંધાવ્યાં હતાં.શ્રી જક્ષણી માતાજી વિશે દંતકથા પ્રચલિત છે તેના આધારે તારવી શકાય કે તેમના પિતા વાઘાજી ઝાલા કાઠિયાવાડમાં આવેલા ધ્રાંગધ્રા નજીક કંકાવટીના ઠાકોર હતા અને મહાશકિત દુર્ગાના પરમ ભકત હતા. આ રાજવીના ઉત્તમ સંસ્કારો એમનાં સંતાનોમાં તર્યા હતાં.
અડપોદરા અને સાદરામાં અત્યારે પૂજાય છે તે આવા મહાશકિતના પરમ ભકત અને વીર પિતા વાઘોજીના પુત્ર અને પુત્રી છે. સાદરાના આ શકિત-સ્વરૂપ જક્ષણી માતા હાજરાહજૂર છે અને એમના પ્રભાવની ને ચમત્કારોની અનેક વાતો સદીઓથી પ્રચલિત છે. લોકોની શ્રદ્ધા જેમ જેમ વધતી જાય છે તેમ તેમ માતાજીનાં પ્રત્યક્ષ દર્શન તો દુર્લભ થઇ પડે છે પરંતુ એમ કહેવાય છે કે માતાજીએ જયારે એક ભકતને સ્વપ્ન આપ્યું અને પોતાને આ સ્થળે સ્થાપવા આદેશ આપ્યો ત્યાર પછી તો નવરાત્રિની રાત્રે આકાશમાં માતાજીનો રથ ફરતો હોવાની, રાત્રિના સમયે સાબરમતી આરે જળ ઉપર સરખી સહેલીઓ એવી અન્ય શકિતદેવીઓ સાથે ગરબે ઘૂમવાનો અને એવા બીજા કેટલાયે ચમત્કારો નજરોનજર જોયા હોવાનો દાવો ગામલોકો કરે છે.
નવરાત્રિની આઠમને દિવસે રાત્રે બાર વાગ્યાની જક્ષણી માની આરતી થયા પછી સાબરમતીના પાણીની અઘ્ધર ફરતા ગરબીના દીવા નજરે પડે છે. નોરતાની આઠમની રાત એટલે સાદરામાં જક્ષણી માતાના આઠ દિવસના ઉપવાસની પૂણાર્હુતિ રાતના બારના ટકોરે માની આરતી પૂરી થાય એટલે હજારો ભાવિક ભકતોની હાજરીમાં ‘જક્ષણી માતા કી જય’ના ગગનભેદી નારા સાથે ‘ઘટમંડપ’માંથી જવારા સાથેના ઘડા ઉપાડીને નદી પર લઇ જવાના અને વહેતા પધરાવી એ ઘડામાં ચોખ્ખું પાણી ભરવાનું અને એ ઘડો માથે યા ખભે મૂકીને સૌ-સૌના ધેર જવાનું પછી નવ નૈવેધનો પ્રસાદ વાપરવાનો.
સાદરા જક્ષણીના ધામમાં પૂનમના દિવસે પ્રસાદની યોજના કરવામાં આવી હતી. દર પૂનમે ત્રણથી ચાર હજાર જેટલા ભાવિક ભકતો આવે છે. ત્યાં રહેવા માટે રૂમો પણ છે. ભાદરવા મહિનાના મહિનાના બીજા રવિવારે સાદરામાં મેળો ભરાય છે. ચૈત્ર મહિનાની પૂનમના દિવસે અમદાવાદથી સાદરા ચાલતો સંઘ પહોંચે છે.
ગાંધીનગર જિલ્લાના સાદરા ગામે આવેલા વર્ષોપુરાણા જક્ષણીમાતાજીના મંદિરને યાત્રાધામ તરીકે વિકસાવવાનું જિલ્લા તંત્રે જાહેર કર્યું છે. જે અન્વયે યાત્રાધામના વિકાસ અર્થે રૃ. બે કરોડ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. ગ્રાન્ટની રકમમાંથી સીસી રોડ, સ્ટ્રીટલાઈટ, સોલર લાઈટ, કમ્પાઉન્ડ વોલ, બે ઝુલતા પુલ, આયુર્વેદિક ઉદ્યાન, પ્રવેશ દ્વારો સહિતના કામોને હાથ ધરવામાં આવનાર છે.
જક્ષણી માતાજીના મંદિરને પ્રવાસન ધામ જાહેર કર્યાને દસેક મહિના જેટલો સમય વિતી ગયો હોવા છતાં તેની ગ્રાન્ટ ફાળવવામાં તંત્ર ઢીલી નીતિ દાખવી રહ્યું છે. જેને પરિણામે વિવિધ વિકાસલક્ષી કામકાજો ખોરંભે પડયા છે. અલબત્ત જક્ષણી માતાજીના મંદિરને પ્રવાસધામ તરીકે વિકસાવવા માટે જાહેર કરેલી રૃ. બે કરોડ જેટલી ગ્રાન્ટમાંથી માત્રને માત્ર રૃ. ૬૦ લાખ જ રકમને ફાળવવામાં આવી છે એમ સાદરા ગ્રામ પંચાયતના સરપંચ વિક્રમસિંહે જણાવ્યું હતું.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, પ્રવાસન ધામ તરીકે વિકસાવવા માટેની રૃ. ૧.૪૦ કરોડ જેટલી ગ્રાન્ટ બાકી રહેતા મંદિરના પ્રવેશદ્વારો, સ્ટ્રીટલાઈટો, બે ઝુલતા પુલો, વન વિભાગ ખાતા દ્વારા આયુર્વેદિક ઉદ્યાનનું નિર્માણ, સોલર લાઈટો તથા કમ્પાઉન્ડ વોલ જેવા કાર્યો ખોરંભે પડયા છે. જેને પગલે મંદિરના દર્શને આવતાં લાખો દર્શનાર્થીઓ અધુરા કામકાજને પગલે પારાવાર મુશ્કેલી અનુભવી રહ્યા છે. જેથી પ્રવાસન ધામની ગ્રાન્ટ સમયસર ફાળવવા માટે ગ્રામજનોએ ગાંધીનગર તાલુકા પંચાયતના પ્રમુખ ડો. કૌશિકભાઈ શાહની સમક્ષ રજૂઆત કરી માંગણી કરી હતી.
ગ્રામજનોની તથા સરપંચની રજૂઆતને પગલે ગાંધીનગર તાલુકા પંચાયતના પ્રમુખ તથા સાદરા ગ્રામ પંચાયતના સરપંચે સંયુક્ત રીતે કલેકટરને લેખિતમાં માંગણી કરી હતી. ઉલ્લેખનીય છે કે જિલ્લા તંત્ર દ્વારા સમયસર ગ્રાન્ટ ફાળવવામાં આવતી નથી. પરંતુ નાણાંકીય વર્ષના છેલ્લા માસે ગ્રાન્ટ ફાળવીને પોતાની કામગીરી કર્યાનો તંત્ર સંતોષ માનશે. પરંતુ જનાથી કામગીરીમાં પારાવાર મુશ્કેલીઓ ઉભી થાય છે. જેથી સમયસર ગ્રાન્ટ ફાળવવા ગ્રામજનોની માંગ છે.