
રાષ્ટ્રીય ગ્રામસેવા શિબિર
ગામ -ફતેપુર તા; સમી જી; પાટણ
ગુજરાત વિદ્યાપીઠમાં ફરજીયાત શિબિર હોય છે. વિદ્યાર્થી ગામડામાં જાય અને ગામડાના પ્રશ્નો જાણે એ હેતુ થી સીબીરનું આયોજન કરતા હોયછે તેથી આ વરસે પણ શિબિરનું આયોજન થયું છે.આ વખતે બે હેતુ પર કાર્ય કરવાનું હતું (૧) વ્યસન મુક્તિ (૨)સફાય તેમાં અમે પત્રકારત્વ વર્ષ-૧ ના વિદ્યાર્થી હતા. ફતેપુર ગામ પસંદ કરેલું જ્યાં અમારે તારીખ ૫-૧૦-૨૦૦૯ થી ૧૦-૧૦-૨૦૦૯ સુધી કાર્ય કરવાનું હતું.અમે કુલ મળી ૧૮ વિદ્યાર્થી હતા. અહેવાલ તા;૦૫- ૧૦-૨૦૦૯ આયોજન મુજબ અમે ૧૨;૩૦ વાગ્યે ભેગા થયા.અમારી સાથે અશ્વીનસર આવવાના હતા.અમે બધા ૧:૦૦ વાગ્યે અમદાવાદથી ફતેપુર જવા રવાના થયા.અમને વિદાય કરવા માટે પાંડેજીતથા પુનીતાબેન તથા પત્રકારત્વ વર્ષ -૨ વિદ્યાર્થી પણ આવિયા હતા.તુફાન વાનમાં બેસી ગીત ગાતા ગાતા અમે ઉતર બુનિયાદી વિદ્યાલય -ફતેપુર પ્હોચીયા.તેના આચાર્ય હર્ષદભાઈ હતા જે કુલસચિવના મિત્ર હતા.રહેઠાણ ની વ્યવસ્થા તેમને અગાવથી જ કરેલી હતી.એક રૂમ ની અંદર ત્રણ વિદ્યાર્થી રહેતા હતા.ફ્રેશ થયા પછી ચા પીધી.ત્યારબાદ અમે નજીકમાં રૂપેણ નદી વહેતી હતી તે જોવા માટે અમે ગયા.અમારી સાથે ગામનો એક છોકરો જેનું નામ હમીર હતું . તે અમને નદી જોવા માટે લય ગયો.નદીના ઇતિહાસ વિશે અશ્વિન સરે સમજાવિયું.વિવિધ પક્ષી ના દર્શન પણ કરાવ્યા.પાછા ફરી અમે ભોજન માટે ગયા.ભોજન માં દૂધ ,ખીચડી ,ભાખરી ,શાક,વગેરે હતું.ત્યાર બાદ અમે મેદાન માં ભેગા થયા અમારી સાથે હર્ષદ ભાઈ તથા ગૃહપતિ મુકેશભાઈ પણ હતા.ભજન અને ગીત ગયા અને બધા વિદ્યાર્થી નો પરિચય કરાવ્યો.એટલામાં લાલજીભાઈ અને વિષ્ણુભાઈ તથા કરણભાઈ સાથે જોડાયા હતા.તેમને પણ ભજન અને ગીત ગયા હતા.સાથે ઢોલ પણ વગાડતા હતા.ખૂબ મજા આવી.દિનેશ નામનો છોકરો ખુબજ સરસ ગીત ગાતો કે બધા અવાક બની જતા. લાલજીભાઈએ ગામની સમસ્યા વિષે આસો પાતળો ખ્યાલ અપીયોહતો.જેમાં ગામની અંદર વ્યસન નું થોડું પ્રમાણ છે.મોટા લોકોમાં વધારે જોવામળે છે.પછી અમે બીજા દિવસનું આયોજન કરી શુંઈ ગયા..
૦૬-૧૦-૨૦૦૯
સવારે ૬:૦૦ વાગ્યે ઉઠયા રોજની ક્રિયા પૂર્ણ કરી ૬:૩૦ થી ૭:૩૦ સુધી કેમ્પસની સફાય કરી ત્યાર બાદ અમે ચા નાસ્તો કર્યો.પાણી ન હોવાથી અમે રૂપેણ નદીમાં નાહવા ગયા ખુબ જ મજા આવી.ત્રણ ટુકડી માં વહેચાય ગયા અને લોક સંપર્ક માટે ગયા જેમાં અમે સાત વિદ્યાર્થી ,વિષ્ણુ ,યજ્ઞેશ ,વિષ્ણુ રબારી ,વિજય,હીના, સંકેત,હતા.સાત ઘર ની મુલાકાત લીધી હતી.ગામની મુખ્ય વસ્તી ઠાકોર ,એક રબારીનું ઘર,રાવળ હતી. ગામના લોકો મુખ્ય ખેતી પર નભે છે.મજુરી પણ કરે છે જેની પાસે ખેતી નથી તે મજુરી કરે છે વ્યસનનું પ્રમાણ જોવા મળે છે. શિક્ષણનું પ્રમાણ પણ ઓછું જોવામળે છે. ગામની વસ્તી ૭૫૦ જેટલી છે. ગામમાં ૧ થી ૧૦ ધોરણ સુધી ની શાળા છે. આગળ ભણવા માટે બહાર ગામ જવું પડે છે.ચોમાસામાં પુર ની સમસ્યા નડે છે.ખાસ વિકાસ નથી પણ હવે વિકાસ થશે કારણ કે શિક્ષણનું પ્રમાણ વધવા લાગ્યું છે,આવું ગામના લોકોનું માનવું છે.રોજગારી ન મળતી હોવાથી દારૂ બનવાના ધંધામાં સંપડાય છે.મજુરી પણ ખુબજ ઓંછી મળે છે. ઘરમાં ચાર વ્યક્તિ હોય ત્યારે ૩૦ થી ૪૦ રૂપિયા રોજી મળતી હોય અન્ન માટે ક્યંક તો કરવું પડે ને. આ ગામ નિર્મળગામની યોજના હેઠળ છે. અમુક ઘર બાદ કરતા દરેક ઘરમાં જાજરૂ બાથરૂમ છે. સરકારી તરફથી બનાવી આપ્યા હતા.બીપીએલ કાર્ડ ધારકો માટે વધારે રાહત મળતી હતી.પશુ પાલન પણ સારા એવા પ્રમાણ છે. ખેતી માટે સિંચાય ની સગવડ રૂપેણ નદીમાંથી મશીન દ્વરા ખેતર સુધી પહોચાડવાની સગવડ છે.લોક સંપર્ક બાદ અમે શાળા એ પાછા આવી ભોજન લીધું .થોડો આરામ પછી અમે લાલજીભાઈ(સામાજીક કાર્ય કરતા હતા) ની વાડી એ તબેલો જોવા માટે ગયા. ચાલતા ચાલતા ગયા.અશ્વીનસરે વિવિધ પક્ષીના દર્શન કરાવ્યા. રીક્ષા મળી અટેલે બેસી ગયા. ત્યાં જય અમે ખટલા પર બેસી પાણી પીધું ત્યાં લાલજીભાઈ આવિયા અટેલે અમને વિવિધ ગયો અને ભેસના દર્શન કરાવ્યા.ત્યાર પછી અમે ગોબર ગેસ પ્લાન્ટ ની વિગતે માહિતી લીધી.તેમને એ પણ જણાવ્યું કે આ પ્લાન્ટ ચલાવા અછામાઓછું પાંચ ઢોર નું છાણ જોય.અને પછી લાલજીભાઈ છાથે ખેતર બાબતે વતો કરી. ગોબર ગેસ પ્લાન્ટ માંથી જે ગેસ મળે છે તેમાંથી ચા બનાવીને પીધી હતી.સાંજ નો સમય હતો એટલે સન સેટ ની ફોટોગ્રાફી કરી.અને શાળા માં પાછા ફરીયાં.ત્યાર પછી ભોજન લય અમે ધર્મ નામની ફિલ્મ જોય.જે હિંદુ -મુસ્લિમના જગડા વિષે હતી.આમ અખો દિવસ સતત વ્યસ્ત રહયા.
૦૭-૧૦-૨૦૦૯ સવારે વહેલા ઉઠી પ્રભાત ફેરી કાઢી અને ત્યાર બાદ અમે ગ્રામ સફાય માટે ગયા પ્રાથમિક શાળા આસપાસ સફાય કરી.ત્યાર બાદ અમે લોક સંપર્ક માટે ગયા. ત્યાર પછી પ્રાથમિક શાળામાં પોસ્ટર પ્રદર્શન કરીયું.અને બાળકોની પ્રાર્થનામાં જોડાયા.ખુબ મજા પડી.ત્યાર પછી અમે ભોજન લય થોડો આરમ કરી.શિક્ષણના ભાગ રૂપે મોઢેરાનું સૂર્ય મંદિર જોવા માટે ગયા. સૂર્ય મંદિર ની અદભુત કોતરણી હતી. સાંજે પાછા આવી ગયા. શંખેશવર શાળા ના સ્ટાપ સાથે અમારી બેઠક નું આયોજન હર્ષદ ભાઈ એ અગાવથી કર્યું હતું. તેમની સાથે ગામની વાતોકરી.અને ગીત ,ભજન પણ ગવાયા.બીજા દિવસનું આયોજન કરી સુઈ ગયા.
૦૮-૧૦-૨૦૦૯
આયોજન મુજબ વુક્ષારોપણ કર્યું.હર્ષદભાઈ ના હસ્તે વુક્ષારોપણ નો પારંભ કર્યો.ત્યાર પછી વિદ્યાર્થીએ બે બે વુક્ષ રોપીયા હતા.ત્યાર પછી અમે સ્નાન કરવા માટે ગયા.બપોર પછી અમે બધા વિદ્યાર્થીઓં નું વિભાજન કરી શાળામાં વર્ગ લેવા માટે ગયા. તેમની સાથે ગામની ચર્ચા કરી.વ્યસનને લગતી,વ્યસન અમુક ધરમાં જોવા મળે છે.ત્યાર પછી અમે મેરા ગામે જવા રવાના થયા જે સુરેન્દ્રનગર જીલ્લાનું છેલ્લું ગામ હતું તેની અમે મુલાકાત લીધી હતી.શિક્ષણ નું પ્રમાણ સારું જોવા મળે છે હિંદુ મુસ્લિમ ની વસ્તી જોવા મળે છે. આ ગામમાં દારૂબંધી અને જુગાર પર પ્રતિબંધ છે.ગામની વસ્તી ૪૦૦૦ હાજરની છે.ચાલીને ફતેપુર પાછા ફર્યા.ભોજન પછી અમે 'અમુ'નામની ફિલ્મ જોય.૧૯૮૪ ના શીખ ના તોફાનો પર હતી.
૦૯/૧૦/૨૦૦૯
બાળમેળાની પૂર્વ તેયારી ના ભાગ રૂપે અમે મેદાન સફાય કરી અને પાણી છાંટી મેદાન સ્વચ્છ બનાવી દીધું ત્યાર પછી અમને બાળમેળા વિવિધ પ્રવુતિઓં અમને સોંપી.એમાં અમે ૧૮ મિત્રો જોડાયા હતા અને જવાબદારી નિભાવી બાળમેળા નો આરંભ ભારતના નકશા પર દીપ પ્રગટાવી ને કર્યો."જોડો જોડો ભારત જોડો - જોડો જોડો વિશ્વ જોડો " ના નાદ સાથે પારંભ કર્યો.ત્યાર બાદ હર્ષદભાઈ બાળમેળા વિશે માહિતી આપી અને જુદા જુદા સ્ટોલ પ્રમાણે પ્રવૃત્તિ સરુઆત કરી દીધી. હીંચકો,સ્પ્રેકાર્ડ, ચિત્રકામ ,માટીકામ ,સંગીત ,નુત્ય ,ફાળકામ,ઓયલકામ,મહેંદી,હવામહેલ,રમત -ગમત,ગ્રેટીંગ,રેતીકા મ, ભરતકામ, આ પ્રવૃત્તિ માં બધાએ રસપૂર્વક ભાગ લીધો હતો.અને તેને શીખી રહયા હતા.ત્યાર બાદ ભોજન લય પછી પ્રાથનાહોલમાં સાસ્કૃતિક કાર્યક્રમ માટે ભેગા થયા જેમાં કવાલી,પીરામીડ, લોકગીત,ભજન, દુહા-છંદ, ભોજપુરીગીત,ગજલ,સનેડો, ગુજરાતીગીત,દેશભક્તિ ગીત,વગેરે હતા.બધા વિદ્યાર્થી નો અભિપ્રાય લીધો ત્યાર બાદ નાસ્તો કરી છુટા પડ્યા.ત્યાર પછી અમે તાન્ત્રેશ્વર મહાદેવ મંદિર ના દર્શન કરવા ગયા હતા જે રૂપેણ નંદીના કાંઠે હતું,અને પછી નંદીમાં નાહવા માટે ગયા ખુબજ મજા પડી,આમ અખો દિવસ પ્રવુંતી સાથે પસાર થયો,
૧૦/૧૦/૦૯
અગાવના આયોજન મુજબ અમે આદિવસે સ્કુલ સવારની હતી એટલે વેશભૂષાનો કાર્યક્રમ રાખીયો હતો,જેમાં બાળકો ને છાપાના કાગળ થી ત્યાર કરી એક અનોખો વેશભૂષાનો કાર્યક્રમ કર્યો,જેમાં ત્રણ નંબર પણ આપ્યા હતા,જેમાં ભગતસિહ વેશભૂષાનો નં-૩, નં-૨ નર્સ ,નં-૧ શિવાજી,અને ફોટોગ્રાફી પણ કરી હતી,અંતમાં છ દિવસના અનુભવ અમે હર્ષદભાઈ ને જણાવ્યા અને હર્ષદભાઈ પણ પોતાના અનુભવ જણાવ્યાહતા,ભોજન લીધા પછી અમે અમદાવાદ તરફ વાહનમાં બેસી પરત આવીગયા. આમ અમારા છ દિવસના અનુભવ ખુબજ સારા રહયા હતા. પેલાપણ આવા અનુભવ રહયાનહતા,તેવા ખુબજ સારા અનુભવથયા હતા. રોજાસરા વિષ્ણુ ,પત્રકારત્વ વર્ષ -૧ આભાર 